એક્ઝિટ પોલઃ NDAને 359 સીટો અને ઇન્ડિયા ગઠબંધનને મળશે 154 સીટો

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન ખતમ થઈ ચૂક્યું છે. ત્યાર બાદ એક્ઝિટ પોલનાં પરિણામો આવશે. જોકે વાસ્તવિક ચૂંટણી પરિણામો તો ચોથી જૂને આવશે. લોકસભા ચૂંટણીમાં PMARQના એક્ઝિટ પોલ મુજબ NDAને 353થી 398 સીટો મળશે, જ્યારે ઇન્ડિયા એલાયન્સને 118થી 133 સીટો મળશે, જ્યારે અન્યોને 43-48 સીટો મળવાનો અંજાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.  એ પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે ઇન્ડિયા ગઠબંધનને આ ચૂંટણીમાં કમસે કમ 295 પ્લસ સીટો જીતશે, જ્યારે ચૂંટણી વિશ્લેષક પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે ભાજપને 303 સીટો કે એનાથી વધુ સીટો મળશે. તેમનું માનવું છે કે ભાજપને દક્ષિણમાં લાભ થશે.

દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલે કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનને 295થી વધુ સીટો મળશે, જ્યારે NDA ગઠબંધને 235 સીટ જીતશે. આ સાથે લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલનાં પરિણામો આવશે, જ્યારે અરુણાચલ પ્રદેશ ને સિક્કિમ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો રવિવારે એટલે કે બીજી જૂને જાહેર થશે.

સાતમા તબક્કામાં સાંજે છ વાગ્યા સુધી બિહારમાં 48.9 ટકા, ચંડીગઢમાં 62.8 ટકા, હિમાચલ પ્રદેશમાં 66.6 ટકા, ઝારખંડમાં 68 ટકા, ઓડિશામાં 62.5 ટકા, પંજાબમાં 55.2 ટકા, ઉત્તર પ્રદેશમાં 54 ટકા અને પશ્ચિમ બંગાળમાં 69.9 ટકા મતદાન થયું હતું.

લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધી પહેલા તબક્કામાં 66.14 ટકા, બીજા તબક્કામાં 66.71 ટકા, ત્રીજા તબક્કામાં 65.68 ટકા અને ચોથા તબક્કામાં 69.16 ટકા મતદાન, પાંચમા તબક્કામાં 62.2 ટકા, છઠ્ઠા તબક્કામાં 57 સીટો પર 61.98 ટકા અને સાતમા તબક્કામાં 58.34 ટકા મતદાન નોંધાયું હતું. સાતમા તબક્કામાં મતદાન પહેલી જૂને થશે અને ચૂંટણી પરિણામો ચોથી જૂને જાહેર થશે.