ભુવનેશ્વરઃ AICC ચેરમેન મલ્લિકાર્જુન ખડગે ઓડિશાની મુલાકાતે છે. કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઓડિશા બચાવો સમાવેશને સંબોધિત કર્યું હતું. તેમણે એ દરમ્યાન ભાજપ પર નિશાન સાધતાં કહ્યું હતું કે આ વખતે તમારી પાસે મતદાન કરવાની છેલ્લી તક છે. વર્ષ 2024 પછી દેશમાં કોઈ ચૂંટણી નહીં થાય. ત્યાર બાદ અહીં રશિયાના રાષ્ટ્રપતિની જેમ ચૂંટણી થશે.
તેમણે કહ્યું હતું કે મોદીથી મિત્રતાથી નવીન પટનાયકને શું મળ્યું? ડબલ એન્જિન કેટલીય વાર ફેલ થઈ જાય છે. જ્યારે ડબલ એન્જિન ઠીકથી કામ નથી કરતાં તો પહેલું એન્જિન ફેલ રહે છે. રાહુલ ગાંધી દેશને એકજુટ કરવા ઇચ્છે છે. તેમણે મોહબ્બતની દુકાન ખોલી છે, પરંતુ ભાજપ અને RSSએ નફરતની દુકાન ખોલી છે. એ કારણે તમારે અલર્ટ રહેવાની જરૂર છે.https://twitter.com/kharge/status/1751921500771291263
ભાજપ અને RSS ઝેર છે. તેમણે આપણને આપણા અધિકારોથી વંચિત કરી દીધા છે. જો લોકસભા ચૂંટણી પછી મોદી સત્તામાં આવ્યા તો તાનાશાહી થશે, કોઈ લોકતંત્ર નહીં રહે અને કોઈ ચૂંટણી નહીં થાય. નીતીશકુમાર વિશે તેમણે કહ્યું હતું કે એક વ્યક્તિને છોડવાથી મહાગઠબંધન નબળું નહીં પડે, આપણે ભાજપને હરાવવાનો છે, એમ તેમણે કહ્યું હતું.
ખડગેની મુલાકાત પહેલાં ઓડિશા રાજ્ય કોંગ્રેસના પ્રમુખ સરત પટનાયકે દાવો કર્યો હતો કે રાજ્યમાં રાજકીય પરિસ્થિતિ કોંગ્રેસ માટે અનુકૂળ છે, કારણ કે સત્તાધારી બીજેડી અને વિપક્ષ ભાજપ બંને સાથે કામ કરી રહ્યા છે. બીજેડી અને બીજેપી બંને એકબીજા સાથે હાથ જોડીને હોવાથી, કોંગ્રેસ અહીં એકમાત્ર વિરોધ પક્ષ છે, એમ તેમણે દાવો કર્યો. તેમણે કહ્યું હતું કેખડગેજી બીજેડી અને બીજેપી બંનેને કેવી રીતે હરાવી શકાય અને ઓડિશાના રાજકીય લેન્ડસ્કેપને કેવી રીતે બદલવું તે દર્શાવવા માટે આવી રહ્યા છે.