કોવિડ-19ની રસી લેવા માટે જરૂરી દસ્તાવેજ, પ્રક્રિયા

નવી દિલ્હીઃ ડ્રગ્સ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયા (DGCI) દ્વારા ઇમર્જન્સી માટે બે કોરોના વાઇરસની રસી- એસ્ટ્રાઝેનકા-ઓક્સફર્ડ (કોવિશિલ્ડ) અને ભારત બાયોટેક (કોવાક્સિન)ની રસીને મંજૂરી આપી છે, કોવિશિલ્ડ અને કોવાક્સિનને બે ડોઝમાં સંચાલન કરવું પડશે અને એને 2-8 ડિગ્રી સેલ્સિયસમાં સંગ્રહ કરી શકાય છે.

સરકારે હાઇ રિસ્ક ગ્રુપોને અગ્રતાને આધારે રસી આપવાનું સૂચન કર્યું છે. પહેલા ગ્રુપમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સને સામેલ કરવામાં આવશે. એ પછી સૌને રસી ઉપલબ્ધ કરવામાં આવશે.

કોવિડ-19ની રસી લેવી ફરજિયાત નથી. કોવિડ-19ની રસીકરણ માટે નોંધણી ફરજિયાત છે. માહિતી અને સેશન અને સમય શેર કરવામાં આવશે. આ રસીકરણ માટે ફોટો આઇડી ફરજિયાત છે.

જેતે વ્યક્તિને નોંધણી પછી તેના મોબાઇલ નંબરમાં રસીકરણની તારીખ, સ્થળ અને સમય SMSથી મળશે. વળી, આ રસી મળ્યા પછી વ્યક્તિને SMS મળશે. બધા ડોઝ આપ્યા પછી તેમના મોબાઇલ પર QR કોડ આધરિત પ્રમાણપત્ર મોકલવામાં આવશે.

જે વ્યક્તિને વેક્સિન લગાવવી હોય એ માટેના જરૂરી દસ્તાવેજોમાં –

  • આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, વોટર આઇડી, પેન્શન દસ્તાવેજનો સમાવેશ થાય છે.
  • લેબર મંત્રાલય દ્વારા હેલ્થ ઇન્શ્યોરન્સ સ્માર્ટ કાર્ડ અપાયુ હોય એ પણ રસી લેવા માટે ઓળખના દસ્તાવેજ તરીકે ચાલશે.
  • મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એક્ટ (MGNREGA)
  • સંસદસભ્યો, વિધાનસભ્યોને આપવામાં આવેલાં ઓળખકાર્ડ.
  • બેન્ક-પોસ્ટ ઓફિસની પાસબુક.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]