નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકારને 10 મે, 2024એ 10 વર્ષ પૂરાં થવાનાં છે. આ 10 વર્ષોમાં દેશમાં વ્યક્તિગત ઇન્કમટેક્સ અને કોર્પોરેટ ટેક્સનું કલેક્શન વધીને રૂ. 19 લાખ કરોડથી વધુનું થયું છે. રિફંડ એડજસ્ટમેન્ટ પછી નેટ સીધા ટેક્સનું કલેક્શન નાણાકી. વર્ષ 2023-14માં રૂ. 6.38 લાખ કરોડ હતું.એ વધીને નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 16.61 લાખ કરોડ થઈ ગયું છે.
ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં નેટ ડિરેક્ટ ટેટેક્સીસ થી કલેક્શન અત્યાર સુધી 20 ટકા વધ્યું છે. આ ઝડપે એ 31 માર્ચ,2024એ પૂરા થતા નાણાકીય વર્ષમાં કુલ કલેક્શન આશરે રૂ. 19 લાખ કરોડ પહોંચવાનો અંદાજ છે. એ નાણાં વર્ષ 2023-24ના બજેટમાં અંદાજિત ટેક્સ કલેક્શન રૂ. 18.23 લાખ કરોડથી વધુ છે.
સરકાર અનેક વર્ષોથી ટેક્સને નીચા દર અને ઓછી છૂટની સાથે કરવ્યવસ્થાને સરળ બનવાના પ્રયાસ કરી રહી છે. વર્ષ 2019માં સરકારે છૂટ છોડનારા કોર્પોરેટ ઘરાનાઓને ટેક્સમાં ઓછા દરની રજૂઆત કરી હતી. એપ્રિલ, 2020માં વ્યક્તિગત માટે પણ આ પ્રકારની યોજના શરૂ કરી હતી. નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં નવી કર વ્યવસ્થાને વધુ આકર્ષક બનાવવામાં આવી હતી. એ માટે ટેક્સ સ્લેબને તર્કસંગત બનાવવામાં આવી હતી. બેઝિક એક્ઝમ્પ્શન મર્યાદાને રૂ. 3 લાખ સુધી વધારવામાં આવી હતી અને રૂ. 50,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ સામેલ છે. આ સિવાય નવી કરવ્યવસ્થાને ડિફોલ્ટ કર વ્યવસ્થા બનાવવામાં આવી હતી. આ સિવાય આવકવેરા રિટર્ન નાણાકીય વર્ષ 2021-22માં 6.37 કરોડથી વધીને વર્ષ 2023-24માં 7.41 કરોડ થયા હતા.