નોટબંધીનું એક વર્ષ: રાહુલ ગાંધીએ ટ્વીટર પર ફોટો અને શાયરી મુક્યા

નવી દિલ્હી- કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નોટબંધીના એક વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદી પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ મોદીનો નોટબંધીનો નિર્ણય વિચાર્યા વગરનો નિર્ણય હતો. રાહુલ ગાંધીએ તે દિવસોમાં બેંકની લાઈનમાં ઉભા રહેલા એક વૃદ્ધ માણસનો ફોટો પણ શેર કર્યો છે. સાથે એક શાયરી પણ લખી છે.

બીજો ફોટો નોટબંધી બાદ વાયરલ થયેલો બેંકની લાઈનમાં ઉભા રહેલા વૃદ્ધનો છે. આ ફોટામાં વૃદ્ધનો નિરાશ ચહેરો જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે, આ ફોટો શેર કરીને રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવા પ્રયાસ કરી રહ્યા છે. એક અન્ય ટ્વીટ કરીને રાહુલ ગાંધીએ લખ્યું કે, નોટબંધી એ દેશના લોકો પર કરવામાં આવેલી ત્રાસદી છે. વડાપ્રધાનનો આ નિર્ણય વિચાર્યા વગરનો નિર્ણય હતો તેમ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.

મહત્વનું છે કે, ગત 8 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દૂરદર્શન ટીવી ચેનલ પર દેશને સંબોધન કરવા દરમિયાન રુપિયા 500 અને 1000ની ચલણી નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી.