CRPFના જવાનનું સાથીઓ પર ફાયરિંગઃ ચારનાં મોત, ત્રણ ઘાયલ

સુકમાઃ છત્તીસગઢના સુકમામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની 50 બેટેલિયનના જવાન આપસમાં ઝઘડી પડ્યા હતા, જેમાં એક જવાને સાથીઓ પર ગોળીઓ વરસાવી હતી, જેમાં ચાર જવાનોનાં મોત થયાં હતાં અને ત્રણ ઘાયલ થયા હતા. મરાઇગુડા થાણા ક્ષેત્ર સ્થિત CRPFના કેમ્પમાં જવાનો આપસમાં લડી પડ્યા હતા. જે પછી એક જવાને ફાયરિંગ શરૂ કર્યું હતું. આ ફાયરિંગમાં ઘાયલ થયેલા બે જવાનની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. આ ઘટના સોમવારે સવારે 3.25 કલાકે બની હતી. આ ફાયરિંગમાં ઘાયલ જવાનોની સારવાર ચાલી રહી છે.

છત્તીસગઢના સુકમામાં CRPFના જવાને સાથીઓ પર AK-47થી ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ચાર જવાનોનાં મોત થયાં હતા. આ ઘટના પછી આરોપી જવાનને હિરાસતમાં લેવામાં આવ્યો હતો. હજી સુધી તેણે ફાયરિંગ કેમ કર્યું હતું કે એનું સાચું કારણ જાણી નથી શકાયું. IG, CRPF અને એડિશનલ SP કોંટા લિંગનપલ્લી કેમ્પ પહોંચી ચૂક્યા છે. IG બસ્તર, કલેક્ટર સુકમા અને SP સુકમા પણ ઘટનાસ્થળે જશે.

પ્રાપ્ર માહિતી અનુસાર આ ઘટના કોંડા વિકાસખંડના ગ્રામ લિંગનપલ્લી સ્થિત 217 બેટેલિયન કેમ્પમાં હતી. મોડી રાત્રે CRPFના જવાન રિતેશ રંજને તેના સાથીઓ પર ફાયરિંગ કર્યું હતું. તેણે ફાયરિંગ કર્યું ત્યારે બે જવાનોના ઘટનાસ્થળે મોત થયાં હતાં. આ કેમ્પમાં 85મી બેટેલિયનના જવાનોનો પણ કેમ્પ છે. મોડી રાત્રે ગોળીના ફાયરિંગથી ખળભળાટ મચી ગયો હતો. અન્ય જવાનો પણ ઘટનાસ્થળે ધસી આવ્યા હતા.