નવી દિલ્હીઃ ભારતના અગ્રગણ્ય વાઈરોલોજિસ્ટ્સમાંના એક, ટી. જેકબ જોનનું કહેવું છે કે કોરોનાવાઈરસ ચેપી બીમારીને રોકવા માટેની રસીના બે નિશ્ચિત કરાયેલા ડોઝ લીધા બાદ રસીનો બૂસ્ટર ડોઝ લેવો એ ખૂબ જ મહત્ત્વનું છે.
મેડિકલ સાયન્સ ક્ષેત્રમાં આપેલા યોગદાન બદલ ગઈ કાલે અહીં ડો. જેકબનું સમ્માન કરવામાં આવ્યું હતું. એમાં પોતાના સંબોધનમાં એમણે કહ્યું કે, કોરોનાવાઈરસ બીમારીનો અંત નથી આવી ગયો. તેમજ આ બીમારી હવે રોગચાળાની હાલતમાં પણ રહી નથી. જો આપણે કોવિડ-19 સામેનો જંગ જીતવો હોય તો દરેક વ્યક્તિએ રસીકરણનો સંપૂર્ણ શેડ્યૂલ (બે ડોઝ વત્તા બૂસ્ટર ડોઝ) પૂરો કરવો જોઈએ.