નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. જોકે દેશમાં કોવિડ-19ના કુલ મામલા 78 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 53,370 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 650 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 78,14,682 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,17,956 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 70,16,046 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 67,549 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,80,680એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 89.52 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.51 ટકા થયો છે.
કોરોના બે વર્ષ સુધી ખતમ નહીં થાય
કોરોનાનો દુનિયાભરમાં ફેલાયેલો છે. જેને લઇને અનેક લોકોનાં મોત નીપજ્યાં છે. હવે વૈજ્ઞાનિકો કહે છે કે રસી ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે, લોકો કોરોનાને ખતમ થવા માટે રસી માટે રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તાજેતરમાં WHO એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. WHO જણાવે છે કે કોરોના બે વર્ષ સુધી ખતમ થશે નહીં.
WHOના જણાવ્યા મુજબ વતા વર્ષના મધ્ય સુધીમાં, કોરોના રસી તૈયાર થઈ શકે છે પરંતુ શરૂઆતમાં એ મર્યાદિત પુરવઠો થશે, વૃદ્ધો પછી, તે ફક્ત વધારે જોખમવાળા દર્દીઓ અને ફ્રન્ટલાઇન કામદારો માટે ઉપલબ્ધ રહેશે. આપણે સંપૂર્ણ વસ્તીને રસી આપવાની જરૂર છે.” આપણે ઓછામાં ઓછા ભે વર્ષની જરૂર છે. કોરોના પર નિયંત્રણ રાખનારા દેશો પછી, તે દેશોમાં જવું પડશે જ્યાં વાઇરસ છે જેથી તેને મોટા પાયે ફેલાવવાથી રોકી શકાય.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.