કોંગ્રેસનો-ધ્વજ થાંભલા પરથી સોનિયા ગાંધીનાં હાથ પર પડ્યો

નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટી આજે તેનો 137મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. પ્રસંગની ઉજવણી રૂપે પક્ષનાં પ્રમુખ સોનિયા ગાંધીએ અહીં પક્ષના મુખ્યાલયમાં પક્ષનો ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે એ થાંભલા પરથી નીચે પડ્યો હતો. સોનિયા ગાંધીએ જેવું દોરડું ખેંચ્યું અને ઉંચે જોયું કે તરત જ ધ્વજ એમનાં હાથમાં આવીને પડ્યો હતો. તેનો વિડિયો સમાચાર સંસ્થા એએનઆઈએ પોસ્ટ કર્યો હતો. આ છે તે વિડિયોઃ

એક કોંગ્રેસ કાર્યકર્તા બાદમાં થાંભલા પર ચડ્યો હતો અને પાર્ટીના ધ્વજને બરાબર બાંધ્યો હતો. એ પ્રસંગે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી-વાડ્રા અને મલ્લિકાર્જુન ખડે પણ હાજર હતાં. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 18885ની 28 ડિસેમ્બરે કરવામાં આવી હતી. પક્ષનું પ્રથમ સત્ર લૉયર ઉમેશચંદ્ર બેનરજીના અધ્યક્ષપદ હેઠળ મુંબઈમાં યોજવામાં આવ્યું હતું.