યોગીની કાર્યક્ષમતા પર વડાપ્રધાન મોદીને વિશ્વાસ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ફરી ઝળહળતો બહુમતી વિજય હાંસલ કરીને સત્તા જાળવી રાખી છે. ગઈ વેળાના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આજે અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પક્ષપ્રમુખ જે.પી. નડ્ડાને મળ્યા હતા.

બેઠક બાદ મોદીએ ટ્વીટ કર્યું હતું અને યોગી સાથેની તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, આજે હું યોગી આદિત્યનાથજીને મળ્યો. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય હાંસલ કરવા બદલ એમને અભિનંદન આપ્યા. છેલ્લા પાંચ વર્ષમાં એમણે રાજ્યની જનતાની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે અથાગ રીતે કામગીરી બજાવી છે. મને વિશ્વાસ છે કે આવનારા વર્ષોમાં તેઓ રાજ્યને વિકાસની નવી ઊંચાઈએ લઈ જશે.