કોરોના સામે જંગ લડવા વિશ્વ દવા બનાવવાની સમીપ

અમદાવાદઃ કોરોના કહેરનો વિશ્ભરના 195થી વધુ દેશોમાં છે, વિશ્વભરની સરકારોના તમામ પ્રયાસ પછી પણ આ વાઇરસ બહુ ઝડપથી પ્રસરી રહ્યો છે. અત્યાર સુધી આ વાઇરસથી 1.14 લાખ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

જો કે કોરોના સામેના આ જંગમાં વિશ્વભરમાં હવે દવા અને વેક્સિન પર ઝડપથી કામ થઈ રહ્યું છે.

વિશ્વભરમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 1,14,248 લોકોનાં મોત થયાં છે અને 18 લાખ લોકો સંક્રમિત છે. આ સપ્તાહે કેટલીય કંપનીઓએ વેક્સિન માટે યોજના જણાવી છે. આવો જાણીએ કેટલીક આવી પહેલ વિશે, જેના પર વિશ્વની અપેક્ષા ટકેલી છે.

કોરોનાની અમેરિકા દવા ટેસ્ટ માટે તૈયાર અમેરિકાની ફાર્મા કંપની ફાઇઝરે વેક્સિન બનાવતી બોયોનટેક કંપનીને 185 મિલિયન ડોલર ચુકવણી કરી છે. જેનાથી mma વેક્સિન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સંક્રમક બીમારીઓની સારવાર માટે વધુ થાય છે, કેમ કે પારંપરિક વેક્સિનની તુલનામાં એને વધુ સુરક્ષિત અને ઓછા બજેટમાં તૈયાર કરવામાં આવે છે. curevac  અને moderna નામની બે કંપની પણ mma વેકિસન બનાવવાની દિશામાં કામ કરી રહી છે.

એન્ટિ-વાઇરલ દવાને પ્રારંભિક સફળતા મળી

ફાઇઝરે જણાવ્યું છે કે કોરોના વાઇરસના ખાતમા માટે બનાવવામાં આવી રહેલી એન્ટિ-વાઇરલને ક્લિનિકના પ્રારંભિક પરીણમાં સફળતા મળી છે. બીજી બાજું JVની પાસે આ ક્ષમતા છએ, એ કંપની લાખ્ખો વેકિસનનો સપ્લાય આ વર્ષના અંત સુધીમાં કરી શકશે. જો આ વેક્સિનને મંજૂરી મળી ગઈ તો પછી આ કંપનીઓનો દાવો છે કે 2021 સુધી કેટલાય કરોડ વેક્સિનના ડોઝનું ઉત્પાદન કરશે.

સ્પેનમાં એક દવાથી એક દર્દી સાજો થયો

કોરોના વાઇરસ રોગચાળાથી ત્રસ્ત સ્પેનની કંપની Sesderma કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એની વિટામિન સપ્લિમેન્ટ દવાઓએ સ્પેનમાં 75 ટકા દર્દીઓ સાજા થયા. આ સાથે 300 અને દર્દીઓ પર એનું ટ્રાયલ મેડ્રિડ અને વેલનસિયામાં ચાલી રહ્યું છે. આ કંપનીએ જણાવ્યું હતું કે એણે ICMRને સલાહ આપી છએ કે તેઓ 30-40 દર્દીઓ પર આ દવાનું પરીક્ષણ કરે.

બંગલાદેશની કંપની પણ પરીક્ષણ શરૂ કરશે

બંગલાદેશની એક દવા બનાવતી કંપની Beacon Pharmaએ ક્લિનિકમાં પરીક્ષણ શરૂ કરશે કે શું Favipiravir નામની એન્ટિ-વાઇરલની દવા કોરોના સંક્રમિતની સારવારમાં અસરકારક છે. આ કંપની એની દવાની સુરક્ષાની તપાસ કરવાના પ્રયાસો કરી રહી છે.

ઓસ્ટ્રેલિયાએ છ દવાની ઓળખ કરી, અસરકારક થવાની શક્યતા

પ્રતિષ્ઠિત નેચર મેગેઝિનમાં છપાયેલા એક અભ્યાસમાં ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે તેમણે 10,000 કમ્પાઉન્ડ્સ થી છ દવાની ઓળખ છે. જે કોરોના વાઇરસથી સંક્રમિતોની સારવારમાં કારગત સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ આ દવાઓની ક્ષમતાને લઈને ક્લિનિકલ પરીક્ષણ પણ કર્યું છે. ઓસ્ટ્રેલિયા પણ આ રોગથી પીડિત છે.

ભારતમાં પ્લાઝમાં થેરેપી, 40 વેક્સિન પર કામ

ભારતીય મેડિકલ રિસર્ચ કાઉન્સિલ (ICMR) આ દિશામાંમ પ્રયાસ કરી રહી છે કે શું કોરોનાને હરાવવા માટે દર્દીને પ્લાઝમા સંક્રમિત વ્યક્તિઓની સારવારમાં કારગત થવાની શક્યતા છે. ICMRના જણાવ્યા મુજબ કોરોનાથી જંગ માટે 40થી વધુ વેક્સિનના વિકકાસ પર કામ ચાલી રહ્યું છે. તેમણે જોકે કહ્યું હતું કે અત્યાર સુધી કોઈ પણ વેક્સિન બીજા તબક્કામાં નથી પહોંચી.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]