વિદેશ જનારાઓને કોરોના બૂસ્ટર-ડોઝની કદાચ મંજૂરી અપાશે

નવી દિલ્હીઃ નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનો આજથી આરંભ કરવામાં આવી રહ્યો છે ત્યારે શિક્ષણ કે રોજગાર મેળવવા માટે, ખેલકૂદ સંબંધિત પ્રવાસે જવા અને કોઈ સત્તાવાર કે ધંધાકીય કાર્યક્રમમાં હાજરી આપવા માટે વિદેશ જવા માગતા નાગરિકોને કોરોનાવાઈરસ ચેપી બીમારી સામે રક્ષણ આપતી રસીનો બૂસ્ટર ડોઝ (અગમચેતી ડોઝ કે ત્રીજો ડોઝ) લેવાની કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ પરવાનગી આપે એવી ધારણા છે.

આ વિશે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી, પરંતુ વિદેશ પ્રવાસે જનારા નાગરિકો ઈચ્છે તો ખાનગી રસીકરણ કેન્દ્રોમાં અને પૈસા ખર્ચીને કોરોના રસીનો બૂસ્ટર ડોઝ લેવાની પરવાનગી આપવા સરકાર વિચારણા કરી રહી છે. હાલ આરોગ્યકર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કર્મચારીઓને તેમજ 60 વર્ષથી ઉપરની વયનાં લોકોને કોવિડ-19 રસીનો બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.