કેન્દ્ર દ્વારા લેણાં નહીં ચૂકવાય તો ઝારખંડની બહાર કોલસો નહીં જાયઃ CM

રાંચીઃ ઝારખંડ સરકારે કોલસાના બાકી લેણાંને લઈને કેન્દ્ર સરકાર અને કોલસા કંપનીઓ પર તીખો હુમલો કર્યો છે. મુખ્ય પ્રધાન હેમંત સોરેને સંસદમાં કોલસા કંપનીઓ પર રૂ. 1.36 લાખ કરોડનાં લેણાં વસૂલી કરવાની વાત કરી છે. તેમણે કહ્યું હતું કે જો ઝારખંડ સરકારને આ નાણાં કોલસા કંપનીઓ નહીં આપે તો કોલસાની અવરજવર પર તાળાં લાગી જશે.

તેમણે કહ્યું હતું કે DVCને બહાને કેન્દ્ર સરકારે RBIના રાજ્ય કોન્સોલિડેટેડ ફંડથી રૂ. 3000 કરોડ કાપવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું હતું કે કોલ કંપનીઓની પાસે રાજ્યના રૂ. 1.36 લાખ કરોડનાં લેણાં છે. એનું રજ્યને જલદી ચુકવણી કરવામાં આવે. આવું નહીં થાય તો અમે કોલસાને રાજ્યની બહાર નહીં જવા દઈએ, તાળાં લાગી જશે. કોલસા કંપનીઓથી દરેક હાલમાં લેણાં લઈને રહીશું.

તેમણે કહ્યું હતું કે કેન્દ્રીય કોલસાપ્રધાને કહ્યું હતું કે એક કરોડનો કોન્ટ્રેક્ટ સ્થાનિક લોકોને આપવાની યોજના બનાવવામાં આવે. એ પછી સમિતિ રચના થઈ અને સ્થાનિક કોન્ટ્રેક્ટ આપવાની ભલામણ થઈ છે.

મુખ્ય પ્રધાનના સંબોધનમાં સ્થાનિક પર કોઈ ઘોષણા નહીં છવા પર રાજકારણ શરૂ થયું છે. સંસદની બહાર સત્તા પક્ષ અને વિપક્ષના વિધાનસભ્ય મુખ્ય પ્રધાન પર હુમલો કર્યો હતો. બજેટ સત્ર દરમ્યાન સંસદમાં 1070 સવાલ આવ્યા હતા, જેમાંથી 973 સવાલોના જવાબ વિભાગ દ્વારા આપવામાં આવ્યા હતા.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]