કેન્દ્ર સરકાર બુસ્ટર ડોઝ પર વલણ સ્પષ્ટ કરેઃ હાઇકોર્ટ

નવી દિલ્હીઃ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો હતો સરકાર કોરોનાના સંપૂર્ણ રસીકરણ કરાવી ચૂકેલા લોકોને બુસ્ટર ડોઝ આપવા માટેનું વલણ સ્પષ્ટ કરે. કોર્ટે કઠોર શબ્દોમાં કહ્યું હતું કે કોર્ટ દેશમાં રોગચાળાની બીજી લહેર જેવી સ્થિતિ નથી ઇચ્છતી.

જસ્ટિસ વિપીન સાંધી અને જસ્ટિસ જસ્મિત સિંહની ખંડપીઠે કહ્યું હતું કે જ્યાં પશ્ચિમી દેશ બુસ્ટર ડોઝની પેરવી કરી રહ્યા છે, ત્યારે ભારતીય નિષ્ણાતોનું માનવું છે કે એના માટે કોઈ મેડિકલ પ્રમાણ હાજર નથી. આવામાં અમેને વિશ્લેષકો પાસેથી વધુ જાણવાની જરૂર છે. એ નિર્ણય આર્થિક આધારે ના થવો જોઈએ. અમે માનીએ છીએ ક બુસ્ટર ડોઝ એક મોંઘો પ્રસ્તાવ છે, પણ અમે રૂઢિવાદી વલણ અપનાવતાં બીજી લહેર જેવી સ્થિતિમાં જવા નથી ઇચ્છતા.

દિલ્હીમાં રોગચાળાના પ્રસાર દરમ્યાન વિવિધ દાખલ થઈ ગયેલી અરજીઓ પર સુનાવણી કરતાં ખંડપીઠે કહ્યું હતું કે આ એક બહુ ગંભીર વાત છે. અમે નિષ્ણાત નથી, પણ એ કેવી રીતે થઈ શકે કે પશ્ચિમી દેશ બુસ્ટર ડોઝને પ્રોત્સાહિત કરી રહ્યા છે અને અમે એ લોકોને મંજૂરી નથી આપી રહ્યા, જે એને લગાવવા ઇચ્છી રહ્યા છે.

ખંડપીઠે કેન્દ્રને જરૂર પડ્ય. બુસ્ટર ડોઝ આપવા અને એને લગાવવાની પ્રસ્તાવિત સમયમર્યાદાના સંબંધમાં સોગંદનામું દાખલ કરવા નિર્દેશ આપ્યો છે. તેમણે એ પણ કહ્યું હતું કે રસી લગાવનાર વ્યક્તિમાં એન્ટિબોડી કેટલોક સમય પછી ઓછી થઈ જાય છે, આવામાં વયોવૃદ્ધ અને બીમારીઓથી ગ્રસ્ત લોકો માટે કોર્ટ ચિંતિત છે.