CM અરવિંદ કેજરીવાલના બંગલાના રિનોવેશનની CAG તપાસ થશે

નવી દિલ્હીઃ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલના સત્તાવાર બંગલાના રિનોવેશનનું હવે CAG ઓડિટ થશે. આ ઓડિટમાં સરકારી બંગલાના રિનોવેશનમાં ગેરરીતિઓ અને ઉલ્લંઘનોની વિશેષ તપાસ થશે. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દિલ્હીના છ-ફ્લેગ સ્ટાફ રોડ સિવિલ લાઇન્સ સ્થિત મુખ્ય પ્રધાન કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના રિનોવેશનમાં વહીવટી અને નાણાકીય ગેરરીતિઓનું વિશેષ ઓડિટ કરશે. આ પગલું કેન્દ્ર દ્વારા આ સંબંધે CAGથી કરવામાં આવેલી વિનંતી પછી લેવામાં આવ્યું છે.

ગૃહ મંત્રાલયએ આ પગલું LG સચિવાલયની 24 મે, 2023એ ભલામણ પછી લીધું છે. 24 મેએ LG ઓફિસે કેજરીવાલના સરકારી બંગલામાં રિનોવેશનના ખર્ચાથી જોડાયેલા મામલાને લઈને CAG દ્વારા વિશેષ ઓડિટની ભલામણ કરી હતી, જેમાં મુખ્ય પ્રધાનને નામ પર સત્તાવાર નિવાસસ્થાને રિનોવેશનમાં નાણાકીય ગેરરીતિઓની વાત કરવામાં આવી હતી.

LGએ પત્રમાં લખ્યું હતું કે સરકારી બંગલામાં રિનોવેશનને નામે બહુ નાણાંનો વ્યય કરવામાં આવ્યો હતો. આ બધું ત્યારે કરવામાં આવ્યું છે, જ્યારે દેશમાં કોવિડ19 રોગચાળો પિક પર હતો. કોવિડના મુશ્કેલ સમયમાં દિલ્હીના CM ઘરને શણગારવામાં પડ્યા હતા.

તેમણે પત્રમાં નીચેની ગેરરીતિઓનો ઉલ્લેખ કર્યો હતો

  • રિનોવેશનને નામે એક નવી ઇમારતનું પુનર્નિર્માણ PWDએ કર્યું.
  • બાંધકામ શરૂ કરતાં પહેલાં PWD દ્વારા સંપત્તિની માલિકી માલૂમ નહીં કરવામાં આવી.
  • રિનોવેશનનો ખર્ચ પ્રારંભમાં રૂ. 15-20 કરોડ હતો, જે સમયાંતરે વધારીને કુલ રૂ. 52.71 કરોડ કરવામાં આવ્યો હતો.
  • દિલ્હી વૃક્ષ સંરક્ષણ અધિનિયમ 1994 હેઠળ 10 વધુ વૃક્ષોને કાપતાં પહેલાં ટોચના અધિકારીઓની મંજૂરી નહોતી લેવામાં આવી.

જ્યારે આ મામલે વિવાદ વધ્યો, ત્યારે દિલ્હી ભાજપના અધ્યક્ષે કહ્યું હતું કે રૂ. 11 કરોડમાં દિલ્હીમાં બહુ ભવ્ય બંગલો બની જાય છે, ત્યારે દિલ્હીના લોકો સ્તબ્ધ છે. બંગલામાં રૂ. 2.58 કરોડના વીજળી ફિટિંગ થઈ છે રૂ. 1.10 કરોડમાં કિચન બન્યું છે.