મોસ્કોથી દિલ્હી આવતી ફ્લાઇટમાં બોમ્બની અફવાઃ યાત્રીઓ સુરક્ષિત

નવી દિલ્હીઃ દિલ્હીના IGI એરપોર્ટ પર મોસ્કોથી દિલ્હી આવનારી ફ્લાઇટમાં બોમ્બની માહિતી મળી હતી. જોકે વિમાનના લેન્ડિંગથી માંડીને યાત્રીઓની સુરક્ષાને જોતાં બધી એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. અત્યાર સુધી કંઈ સંદિગ્ધ નથી મળ્યું. કેન્દ્રીય ઓદ્યૌગિક સુરક્ષા દળ (CISF)ને મોસ્કોથી દિલ્હી આવતી એક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે CISFને સંબંધિત ફ્લાઇટમાં બોમ્બ હોવાની ચેતવણીવાળો એક ઈમેઇલ મળ્યો હતો.

આ ઈમેઇલમાં જણાવવામાં આવ્યું હતું કે જે ફ્લાઇટ SU 232 (મોસ્કોથી દિલ્હી) T3 ps 3.20 કલાકે આવી રહી છે, એમાં બોમ્બ છે. ત્યાર બાદ બોમ્બ વિરોધી દળ અને અન્ય રેસ્ક્યુ દળોને મોકલવામાં આવ્યાં હતાં અને વિમાનને રનવે 29 પર ઉતારવામાં આવ્યું હતું. ફ્લાઇટમાંના 386 પેસેન્જરો અને 16 ક્રૂ સભ્યોને ઉતારવામાં આવ્યા હતા. આ જ રીતે 14 જૂન, 2021એ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એ સમયે અફરાતફરી મચી ગઈ, જ્યારે કોઈએ દિલ્હી પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને માહિતી આપી હતી કે પટના જઈ રહેલી ફ્લાઇટ SG8721માં બોમ્બ રાખ્યો છે. આ ફ્લાઇટ થોડી જ મિનિટોમાં ટેકઓફ કરવાની હતી.

આ કેસની ગંભીરતા જોતાં દિલ્હી પોલીસ અને તમામ સુરક્ષા એજન્સીઓના અધિકારી ફ્લાઇટ પર પહોંચ્યા હતા. તેમણે ફ્લાઇટની તપાસ કરી હતી. પછી માલૂમ પડ્યું હતું કે ફ્લાઇટમાં બેઠેલા 22 વર્ષના આકાશદીપે બોમ્બ હોવાની ખોટી માહિતી આપી હતી. પોલીસના જણાવ્યાનુસાર આકાશદીપની માનસિક હાલત ઠીક નથી. તેની મેડિકલ તપાસ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.