કશ્મીર DDC ચૂંટણીમાં ભાજપનો જોરદાર દેખાવ

જમ્મુઃ કેન્દ્રએ જમ્મુ-કશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કર્યા પછી કેન્દ્ર પર આરોપ લાગી રહ્યા હતા કે સરકારે લોકશાહી ખતમ કરી દીધી છે અને રાજ્યના લોકોના મૌલિક અધિકારો પર અંકુશ લગાવી દીધો છે, પણ જમ્મુ-કશ્મીરમાં આર્ટિકલ 370 દૂર કર્યા પછી કેન્દ્ર શાસિત પ્રદેશમાં પહેલી વાર ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ છે. જમ્મુ-કશ્મીરની જિલ્લા વિકાસ પરિષદ (DDC)ના ચૂંટણી પરિણામોથી વિશ્વભરમાં સંદેશ ગયો છે કે જમ્મુ-કશ્મીરમાં કેન્દ્ર સરકારનાં પગલાંથી લોકતંત્રની સુરક્ષા અને પાકિસ્તાનના નાપાક ઇરાદાને રોકવા માટે હતાં.

જમ્મુ-કશ્મીરના લોકોએ પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાનના ચહેરા પર સજ્જડ તમાચો માર્યો છે. જો ઇમરાન ખાનમાં સહેજ પણ શરમ હોય તો તે સરહદ પારના આંતકવાદને બંધ કરે. રાજ્યમાં  DDC ચૂંટણીમાં આશરે 60 ટકા મતદાતાઓનો હિસ્સો અને ચૂંટણી પરિણામોમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઊભરતાં એ સાબિત કરે છે કે રાજ્યની જનતા સરકારનાં પગલાંથી ખુશ છે. રાજ્યના લોકો પણ દેશના બાકી હિસ્સાની જેમ વિકાસ ઇચ્છે છે. રાજ્યના લોકો વિકાસ માટે મત આપ્યા છે. રાજ્યના લોકોએ મત બદલાવ માટે આપ્યા છે.   આજથી 40 વર્ષ પહેલાં અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે હું ભવિષ્યવાણી કરવાનું સાહસ કરું છું કે ‘અંધારુ દૂર થશે, સૂરજ નીકળશે, કમળ ખીલશે’. તેમની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. ભાજપને 75 સીટ હાંસલ થવા સાથે સૌથી મોટી પાર્ટી બની છે, તો ગુપકાર ગઠબંધનને સૌથી વધુ 109 બેઠકો મળી છે. ગુપકાર ગઠબંધનમાં સાત પાર્ટીઓ સામેલ છે.