નવી દિલ્હીઃ દેશમાં 5Gની વાયરલેસ સેવાઓ શરૂ કરવાની ક્ષમતા પ્રદર્શિત કરનારી પહેલી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર બની છે. કંપની 5Gના જંગમાં રિલાયન્સ જિયોની આગળ નીકળી ગઈ છે. કંપની આ વર્ષના અંત સુધીમાં સર્વિસ શરૂ કરવાની યોજના ધરાવે છે. જોકે કંપનીની ટ્રાયલ પૂરી નથી થઈ. કંપનીએ હૈદરાબાદમાં એક વેપારી નેટવર્ક પર લાઇવ 5G સર્વિસનું સફળતાપૂર્વક ટ્રાયલ કર્યું હતું.
કંપનીની આ સફળતાથી નેક્સ્ટ જનરેશનનની વાયરલેસ સર્વિસ એટલે કે ડ્રાઇવરલેસ કાર્સ, સ્માર્ટ સિટી, ઇન્ટનેટ સ્પીડ અને ઇન્ટનેટ ઓફ થિંગ્સ (IoT) એપ્લિકેશન બનાવવાનો માર્ગ મોકળો થશે. કંપનીએ કોમર્શિયલ નેટવર્ક પર 5G સર્વિસ શરૂ કરવાની ક્ષમતા હાંસલ કરી છે, જ્યારે છેલ્લાં કેટલાંક વર્ષોથી મુકેશ અંબાણીની માલિકીની જિયો સાથે હરીફાઈ કરવામાં સંઘર્ષ કરી રહી હતી, જે ટેલિકોમ માર્કેટમાં અગ્રણી ખેલાડી થઈ ગઈ છે.
રિલાયન્સ જિયોએ ગયા વર્ષે જુલાઈમાં દાવો કર્યો હતો કે કંપની 5G સોલ્યુશન બનાવ્યું છે. અને વર્ષ 2021ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં કંપની સર્વિસ શરૂ કરવા તૈયાર છે. જોકે કપનીએ 5G સોલ્યુશનની વિગતો શેર નથી કરી.
અમે હૈદરાબાદમાં કોમર્શિયલ નેટવર્ક પર 5G સર્વિસનું સફળતાથી ટ્રાયલ પૂરી કરનાર પહેલી ટેલિ કંપની બન્યા છે. આ ટ્રાયલથી કંપની રેડિયો, કોર અને ટ્રાન્સપોર્ટમાં 5G સર્વિસ શરૂ કરવા તૈયાર છે, એમ એરટેલના ચીફ એક્ઝિક્યુટિવ ગોપાલ વિઠ્ઠલે જણાવ્યું હતું. કંપનીએ હૈદરાબાદમાં નેટવર્કમાં વારાફરતી 5G અને 4G –બંને ચલાવવા માટે 1800Mhz સ્પેક્ટ્રમ બેન્ડમાં એક બ્લોકનો ઉપયોગ કર્યો હતો.