નવી દિલ્હીઃ આ વર્ષે 19 સપ્ટેમ્બરે ગણેશોત્સવનો પ્રારંભ થશે. જોકે ગણેશોત્સવ પહેલાં પોલીસ સજાગ છે. થાણે જિલ્લામાં મુંબ્રાના રેતીબંદર વિસ્તારમાં પોલીસે બપોરે દરોડો પાડીને 16 જિલેટિનની સ્ટિક્સ ને 17 ડેટોનેટર જપ્ત કર્યા હતા. ગણેશોત્સવ તહેવાર પહેલાં વિસ્ફોટકોની જપ્તીથી પોલીસ વધુ સતર્ક થઈ ગઈ છે અને આ મામલે સઘન તપાસ કરી રહી છે.
થાણે પોલીસને મુંબ્રાના રેતીબંદર વિસ્તારમાં વિસ્ફોટક મૂક્યા હોવાની ગુપ્ત માહિતી મળી હતી. એને આધારે પોલીસે બપોરે રેતીબંદર વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. પોલીસની ટીમે રેતીબંદર વિસ્તારમાં બે જગ્યાએ વિસ્ફોટક મળ્યા હતા. એની પાસે અજાણી બોટ પણ સંદિગ્ધ હાલતમાં બોટ પણ મળી આવી હતી. પોલીસે બોટ પણ જપ્ત કરી હતી.
મુંબ્રામાં વિસ્ફોટકની જપ્તી પછી પોલીસની સાથે રેવેન્યુ અધિકારી અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ કરી હતી. પોલીસે આ વિસ્ફોટક ગણેસોત્સવ દરમ્યાન ભય ફેલાવવા માટે તો નહોતા લાવવામાં આવ્યા- એની તપાસ કરી રહી છે.