મુંબઈઃ કાયદો કેટલો આંધળો હોય છે, એ વાત બોમ્બે હાઇકોર્ટમાં દાખલ થયેલી રિટ જોઈને સમજી શકાય છે. આ કેસમાં ખંડપીઠ પણ આશ્વર્યચકિત થઈ ગઈ હતી. તેમણે આ વ્યક્તિની અપીલ જોઈ અને પછી તેને છોડી મૂક્યો હતો.
વાસ્તવમાં મુંબઈની એક જેલમાં છેલ્લાં નવ વર્ષથી બંધ અસલમ સલીમ શેખે બોમ્બે હાઇકોર્ટમાં અપીલ કરી હતી કે તેના પર દયા દાખવવામાં આવે. અસલમને ચોરીના 41 કેસોમાં 83 વર્ષની સજાની સાથે રૂ. 1,26,400નો દંડ વિવિદ કોર્ટો ફટકારવામાં આવ્યો હતો. કોર્ટના ચુકાદા મુજબ જો તે દંડ ના ભરે તો તેને કુલ 93 વર્ષની સજા ભોગવવી પડશે. ખાસ વાત એ છે કે અસલમ શેખને આ સજા વિવિધ કેસોમાં આપવામાં આવી હતી, પણ ટ્રાયલ કોર્ટે પોતાના ચુકાદાઓમાં ક્યાં પણ લખ્યું નહોતું કે આ સજા એકસાથે ગણતરી કરવામાં આવશે.
અસલમ શેખે હાઇકોર્ટને અરજ કરી હતી કે તેની સજા એકસાથે ચાલે, તેણે કોર્ટને દંડ પણ માફ કરવાની અરજ કરી હતી, કેમ કે તે બહુ ગરીબ પરિવારમાંથી આવે છે. તે છેલ્લાં નવ વર્ષથી જેલમાં બંધ છે. તેના માટે આ દંડ ભરવો શક્ય નથી કેમ કે તેની આર્થિક સ્થિતિ સારી નથી. તેણે પહેલી ચોરી 2014માં કરી હતી, જ્યારે તે સગીર વયનો હતો. તેનું કહેવું હતું કે તેને પોલીસ અકારણ ફસાવ્યો હતો. ત્યાર બાદ 38 કેસો તેની સાથે જોડી દેવામાં આવ્યા હતા. તેના કેસ વિવિધ કોર્ટોમાં ચાલ્યા, જ્યાં તેને વિવિધ કોર્ટોએ 83 વર્।ની સજા સાથે સવા લાખનો દંડ ફટકાર્યો હતો.