કોરોનાના 7992 નવા કેસ, 393નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં ઓમિક્રોનના વધતા કેસોની વચ્ચે દિલ્હીમાં ઓમિક્રોન સંક્રમણનો બીજો કેસ નોંધાયો છે. ઝિમ્બાબ્વેથી દિલ્હી આવેલા યાત્રીનો જિનોમ કિસ્વન્સિંગનો રિપોર્ટ  આવ્યા પછી માલૂમ પડ્યું હતું કે એ દર્દી ઓમિક્રોનથી સંક્રમિત છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 7992 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 393 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,46,82,736 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,75,128 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,41,14,331 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 9265 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 93,277એ પહોંચી છે, જે 559 દિવસોમાં સૌથી ઓછા છે.  રિકવરી રેટ વધીને 98.36 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.37 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 12,50,672 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 64.17 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 131.99 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,31,99,92,482 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 76,36,569 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.