નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની બીજી લહેરનો પ્રકોપ સ્થિર છે. દેશમાં દૈનિક ધોરણે હવે 30થી 40,000ની વચ્ચે નવા કેસો નોંધાઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 39,097 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 546 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,13,32,159 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,20,016 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,05,03,166 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 35,087 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,08,977એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.35 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 16,31,266 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 45.45 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
દેશમાં 42.78 કરોડ લોકોનું રસીકરણ
દેશમાં અત્યાર સુધીમાં 42,78,82,261 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 42,67,799 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.