નવી દિલ્હીઃ દેશમાં લોકકડાઉન છતાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 52,000ને પાર થઈ ગઈ છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 52,952 થઈ ગઈ છે. આ વાઇરસથી અત્યાર સુધી 1783થી વધુ લોકોનાં મોત થયાં છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3561 કેસો નોંધાયા હતા, જ્યારે 89 લોકોનાં મોત થયાં છે. રિકવરી રેટ 28.83 ટકા છે. અત્યાર સુધી કુલ 15,267 લોકો આ બીમારીમાંથી સ્વસ્થ થયા છે, એવી માહિતી આરોગ્ય મંત્રાલયે આપી છે. પાછલા ત્રણ દિવસમાં કોરોનાના 10,000 કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસો
મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના 16,758 કેસો નોંધાયા છે, જ્યારે મુંબઈમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10,000ને પાર થઈ ચૂકી છે. મુંબઈમાં આ વાઇરસના 10,714 કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં સૌથી વધુ કેસ
મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાયા છે. કોરોના સંક્રમિતોની સંખ્યા 6,200થી વધુ કેસ છે. એ પછી દિલ્હીનો નંબર છે, જ્યાં સંક્રમિતોની સંખ્યા 5,000થી વધુ છે. દિલ્હી પછી તામિલનાડુમાં 4000થી કોરોના સંક્રમિતોના કેસ છે.
દેશમાં રાજ્યવાર કોરોના કેસોની સ્થિતિ આ મુજબ રહી હતી.