નવી દિલ્હીઃ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવ પર વડા પ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે 3.0 વિકસિત ભારતનો પાયો મજબૂત કરવા માટે જરૂરી છે. નીતિ અને નિર્માણ નવા ભારતની નવી દિશા દેખાડવા માટે છે. જે નિર્માણ કાર્ય અમે કર્યા છે. અમારું ધ્યાન જનતાને પાયાની સુવિધા આપવા પર કેન્દ્રિત રહ્યું છે. દરેક પરિવારનું જીવન સ્તર ઉપર ઊઠે. હવે સમયની માગ છે કે ક્વોલિટી ઓફ લાઇફમાં કેવી રીતે સુધારો થાય. આવતા પાંચ વર્ષમાં નવા મધ્યમ ક્લાસને નવી ઊંચાઈએ લઈને જઈશું. અમે સામાજિક ન્યાયને મોદીનું કવચને વધુ મજબૂત કરીશું, એમ તેમણે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં દેશને બુલેટ ટ્રેનની ભેટ મળશે. આગામી પાંચ વર્ષમાં તમામ ઘરને પાઈપલાઈનથી ગેસ મળશે. ગરીબો માટે ઘર બનાવતા રહીશું. લોકોનું જીવન સુધારવું અમારો પ્રયાસ છે. રૂ. પાંચ લાખ સુધીની મફત સારવાર મળતી રહેશે. અનાજ મફત મળતું રહેશે. વિકાસની ગતિ અટકશએ નહીં.
આજે પણ મારો મંત્ર છે કે દેશના વિકાસ માટે રાજ્યનો વિકાસ. આપણે રાજ્યોના વિકાસથી દેશનો વિકાસ કરી શકીશું. હું તમને વિશ્વાસ અપાવું છું કે રાજ્ય જો એક ડગલું ચાલે છે તો અમે બે ડગલાં ચાલીશું. હું તો હંમેશાં કહું છું કે આપણાં રાજ્યો વચ્ચે સકારાત્મક વિચાર સાથે ચાલવાની જરૂર છે.
Speaking in the Rajya Sabha. https://t.co/fNP5AOeIuV
— Narendra Modi (@narendramodi) February 7, 2024
કોરોનામાં દુનિયા પર આટલું મોટું સંકટ આવ્યું. તેવા સંકટ સમયમાં મેં રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે 20 બેઠક કરી. એક-એક વાત વિચાર કરીને સાથે લઈને તમામ રાજ્યોના સહયોગથી કેન્દ્ર અને રાજ્યએ કામ કર્યું. દુનિયા જે મુસીબત સહન નહોતી કરી શકતી, તેને આપણે મળીને દેશને બચાવવા માટે જે થઈ શકતું હતું તે કર્યું. રાજ્યોને પણ તેનું શ્રેય લેવાનો પૂર્ણ અધિકાર છે.
રાહુલ ગાંધી સામે નિશાન તાકતાં પીએમ મોદીએ કહ્યું હતું કે તેમણે તેમના યુવરાજને એક સ્ટાર્ટઅપ બનાવીને આપ્યું છે. હાલ તે નોન સ્ટાર્ટર છે. ન તો લિફ્ટ થઇ રહ્યા છે, ન તો લોન્ચ થઇ રહ્યા છે.