શહેરોમાં મહિલાઓ સામે ગુનાઓમાં 21 ટકાનો ઘટાડોઃNCRB

નવી દિલ્હીઃ દેશમાં મહિલાઓ સામે અપરાધમાં ઘટાડો થયો છે. વર્ષ 2020માં શહેરોમાં મહિલાઓની સામે ગુનાઓમાં 2019ની તુલનાએ 21.1 ટકાનો ઘટાડો થયો છે, એમ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB)નો તાજો અહેવાલ જણાવે છે. વર્ષ 2020માં મહિલાઓ સામે ગુનાના 2019ના 44,783 કેસોની સરખામણીએ 25,331 કેસો નોંધાયા છે.

મહિલાઓ સામે મોટા ભાગના કેસોમાં પતિ અથવા તેનાં સગાંસંબંધી દ્વારા ક્રૂરતાના 30. 2 ટકા, એ પછી મહિલાઓના વિનયભંગના હુમલાઓ 19.7 ટકા, અપહરણ અને મહિલાઓનું અપહરણના કેસો 19 ટકા અને બળાત્કારના કેસો 7.2 ટકા હતા.

દિલ્હીમાં પણ મહિલાઓ સામે ગુનાઓમાં ઘટાડો થયો છે અને એ 24.18 ટકા છે. વર્ષ 2020માં કુલ કેસો 9782 કેસો નોંધાયા હતા, જે 2019માં 12,902 હતા. મુંબઈમાં 2020માં 4583 કેસોનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે 2019માં 6519 કેસોની તુલનામાં જયપુર 2369 અને 3417 કેસો સમાન ગાળામાં નોંધાયા હતા.

વર્ષ 2020માં બેંગલુરુમાં 2730 કેસો નોંધાયા હતા, જે 2019માં 3486 હતા, જ્યારે હૈદરાબાદમાં 2390ની સામે 2755 કેસો નોંધાયા હતા. આ ઉપરાંત કોલકાતા અને લખનૌમાં ગુનાના કેસોમાં ક્રમશઃ 35 અને આઠ ટકાનો વધારો થયો હતો. કોલકાતામાં 2020માં 2001 નોંધાયા હતા, જે 2019માં 1474 કેસ હતા. લખનૌમાં અનુક્રમે 2020 અને 2019માં 2636 અને 2425 કેસો નોંધાયા હતા.