કોરોનાના નવા 16,922 કેસો, 418નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 16,922 નવા કેસ સામે આવ્યા છે અને 418 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,73,105 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 14,894 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 2,71,697 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,86,514એ પહોંચી છે. રિકવરી રેટ 57.42 ટકાએ પહોંચ્યો છે. દેશમાં કોરોનાના 75 લાખથી વધુ ટેસ્ટ થઈ ચૂક્યા છે.

પાછલા 20 કલાકમાં મહત્ત્વના અપડેટ…

  • દિલ્હીમાં 3788 કોવિડ-19ના નવા કેસો, દિલ્હીમાં 70,000થી વધુ કેસ
  • તેલંગાણામાં રેમેડિસવિર દવા મળશે
  • રોગચાળા ની વચ્ચે કર્ણાટક પરીક્ષા લેવા માટે તૈયાર.
  • પશ્ચિમ બંગાળમાં 31 જુલાઈ સુધી લોકડાઉન જારી
  • મૈસુરમાં બજારો બંધ
  • પંજાબમાં રેસ્ટોરાં ફરી ખોલાશે
  • મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સમાં કોવિડ-કેર સેન્ટર સ્થાપવામાં આવી રહ્યું છે.
  • પતંજલિની કોરોનાની દવા કોરોનિલના દાવાને લઈને બાબા રામદેવની સામે હાઇકોર્ટમાં ફરિયાદ દાખલ
  • દિલ્હી સરકારે સંશોધિત કોવિડ રિસ્પોન્સ પ્લાન તૈયાર કર્યો
  • કોવિડ-19ની વચ્ચે મહારાષ્ટ્રમાં ICSE બોર્ડ પરીક્ષાની મંજૂરી નહીં
  • ચેન્નઈમાં ટોડિયારપેટમાં બે દિવસમાં 24થી 38 કન્ટેનમેન્ટ ઝોન

 

વિશ્વમાં કોરોનાથી 95 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત

વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 4,84,1960 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 95,26,495એ પહોંચી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.