ED, CBIના દુરુપયોગની સામે 14 વિરોધ પક્ષોની સુપ્રીમ કોર્ટમાં ધા

નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ એજન્સીઓના કથિત રૂપે મનમાની ઉપયોગને લઈને 14 રાજકીય પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) ડી. વાય. ચંદ્રચૂડની સામે આ મામલાને સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંધવીએ ઉઠાવ્યો છે. રાજકીય વિરોધીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. જેથી તપાસ એજન્સી અને કોર્ટે માટે ધરપકડ અને રિમાન્ડ પર ગાઇડલાઇન બનાવવામાં આવે. આ મામલામાં પાંચ એપ્રિલે સુનાવણી થશે. ખાસ વાત એ છે કે આ 14 રાજકીય પાર્ટીઓમાં દેશની સૌથી મોટો વિરોધ પક્ષ કોંગ્રેસ પણ સામેલ છે.

આ ઉપરાંત એમાં આમ આદમી પાર્ટી, તૂણમૂલ કોંગ્રેસ, ઝારખંડ મુક્તિ મોરચો, જનતા દળ યુનાઇટેડ, ભારત રાષ્ટ્ર સમિતિ, RJD, સમાજવાદી પાર્ટી, નેશનલ કોન્ફરન્સ, CPI, CPI (M), DMK અને શિવસેના પણ સામેલ છે.  પાછલા દિવસોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 31 જાન્યુઆરી, 2023 સુધીના આંકડા જારી કર્યા હતા. EDએ અત્યાર સુધી મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002 હેઠળ એન્ફોર્સમેન્ટ મામલાની 5906 સૂચના રિપોર્ટ (ECIR (કેસ) નોંધ્યા છે. આ કેસોમાં 513 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એમાં દરોડાના 531 કેસોમાં પડ્યા છે. આ 531 કેસોમાં 4954 સર્ચ વોરન્ટ જારી થયા છે.

આ બધા કેસોમાં નેતાઓની સામે 176 કેસો નોંધવામાં આવ્યા છે. અનેક દિગ્ગજ નેતાઓ પર પણ કેસ નોંધવામાં આવ્યા છે. EDએ કુલ કેસોના આશરે ત્રણ ટકા કેસોમાં અત્યાર સુધી 1142 ચાર્જશીટ રજૂ થઈ છે. PMLA હેઠળ 25 કેસોમાં ટ્રાયલ પૂરી થઈ ચૂકી છે, એમાં 24 કેસોમાં આરોપી દોષી ઠેરવવામાં આવ્યા છે. અત્યાર સુધી 45 આરોપીને દોષી ઠેરવવામાં આવ્યા છે.