ભારતીય ફિલ્મ ઉદ્યોગમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ વિક્રમ ગાયકવાડનું મુંબઈમાં નિધન થયું. તેમણે અનેક ફેમસ અને હિટ ફિલ્મોમાં કામ કર્યુ છે.
‘કાશીનાથ ઘાનેકર’, ‘બાલગંધર્વ’, ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’, ‘શહીદ ભગત સિંહ’, ‘દંગલ’ અને ‘જનતા રાજા’ જેવા વિવિધ પાત્રોના કોસ્ચ્યુમને વધુ વાસ્તવિક બનાવનારા પ્રખ્યાત ડિઝાઇનર વિક્રમ ગાયકવાડનું શુક્રવારે અવસાન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આજે દાદરના શિવાજી પાર્ક સ્મશાનગૃહમાં કરવામાં આવશે. તેમના નિધન પર બોલિવૂડના ઘણા સ્ટાર્સે શોક વ્યક્ત કર્યો છે.
આ ફિલ્મોમાં કામ કર્યું
તમને જણાવી દઈએ કે વિક્રમ ગાયકવાડ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મેકઅપ આર્ટિસ્ટ હતા. તેમણે પાણીપત, બેલ બોટમ, ઉરી, ડર્ટી બ્લેકમેલ, દંગલ, પીકે, ઝાંસી, સુપર 30 અને કેદારનાથ જેવી ફિલ્મોમાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે ઉત્તમ કામ કર્યું છે.
આ સાથે જ તેમણે ઐતિહાસિક ધારાવાહિક છત્રપતિ શિવાજી મહારાજમાં પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું હતું. તેમણે પવનખંડ, ફતેહ શિકાસ્ટ અને શેર શિવરાજ જેવી ઐતિહાસિક ધારાવાહિકોમાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે પણ ઉત્તમ ભૂમિકા ભજવી હતી. તેમને સાત વખત રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. દંગલ, સંજુ, 3 ઈડિયટ્સ અને ભાગ મિલ્ખા ભાગ જેવી સેંકડો સુપરહિટ ફિલ્મો માટે તેઓ મેકઅપ ડિઝાઈનર હતા. તેમને 2013 માં બંગાળી ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.
