તમિલનાડુના કાવરાઈપેટ્ટાઈ રેલવે સ્ટેશન પર શુક્રવારે મૈસૂર-દરભંગા ભાગમતી એક્સપ્રેસ ટ્રેન ઉભી રહેલી માલગાડીના પાછળના ભાગ સાથે અથડાઈ હતી. અથડામણ બાદ બે કોચમાં આગ લાગી હતી અને ઓછામાં ઓછા 13 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં 19 મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોને ચેન્નાઈની સરકારી સ્ટેનલી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમિલનાડુના ડેપ્યુટી સીએમ ઉધયનિધિ સ્ટાલિન ઘાયલોને મળ્યા હતા.
Breaking..
Mysuru-Darbhanga Express has met with an accident at Kavarapettai near Gummidipoondi in #Chennai Division Railway. The train is said to have collided with a stable goods train!! pic.twitter.com/qGBqXrp2M7— Chennai Updates (@UpdatesChennai) October 11, 2024
પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે ટ્રેન ડ્રાઇવરને ટ્રેક પર જોરદાર આંચકો લાગ્યો હતો, જેના કારણે એક્સપ્રેસ ટ્રેન લૂપ લાઇનથી દૂર ગઈ હતી અને પાર્ક કરેલી માલસામાન ટ્રેન સાથે અથડાઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે ટ્રેન 109 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી ત્યારે તેના ક્રૂને અચાનક જોરદાર આંચકો લાગ્યો હતો. જે બાદ પેસેન્જર ટ્રેન લૂપ લાઈનમાં ગઈ અને તે જ ટ્રેક પર એક માલગાડી સાથે અથડાઈ.
Mysore-Darbhanga Bagmati Express derailment.
Drone footage.#TRAIN #Accident pic.twitter.com/EhLWzkI8Ft
— Vivek Gupta (@imvivekgupta) October 12, 2024
હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
દક્ષિણ રેલ્વેના ચેન્નઈ વિભાગે ઈમરજન્સી હેલ્પલાઈન નંબર 044-25354151 અને 044-24354995 જારી કર્યા છે. દરમિયાન, પડોશી આંધ્ર પ્રદેશમાં રેલ્વે વિભાગોએ પણ ઈમરજન્સી હેલ્પલાઈન નંબર જારી કર્યા છે. તેમાં ગુદુર: 08624 250795, ઓંગોલ: 08592 280306, વિજયવાડા: 0866 2571244 અને નેલ્લોર: 0861 2345863નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સમસ્તીપુર (8102918840), દરભંગા (8210335395), દાનાપુર (9031069105) અને DDU જંકશન (7525039558)ના હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યા છે.