મહારાષ્ટ્રમાં લોકડાઉનના ભયે સ્ટેશનો પર મજૂરોનો ધસારો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં લોકડાઉનની આશંકાએ ફરીથી મજૂરો પલાયન થવા લાગ્યા છે. લોકોને ફરી એક વાર ગઈ વખતની જેમ કમાણીની-ખાવાની ચિંતા થઈ રહી છે. જેથી લોકો પોતાના વતન ભણી જવા માટે રેલવે સ્ટેશનોની બહાર લાઇનો લગાવી રહી છે. હાલના દિવસોમાં કલ્યાણ સ્ટેશને ભારે ભીડ જોવા મળી રહી છે. આ ભીડને ધ્યાનમાં રાખતાં મધ્ય રેલવેએ ઉત્તર રેલવે માટે ખાસ ટ્રેનો ચલાવી છે. આ ટ્રેનોમાં માત્ર કન્ફર્મ ટિકિટવાળા યાત્રીઓને બોર્ડિંગની મંજૂરી છે. લોકડાઉનના ડરથી લોકમાન્ય ટિલક ટર્મિનલ પર લોકોની ભારે ભીડ ઊમટી છે. અહીં પગ મૂકવાની જગ્યા નથી. હોટેલોની બહાર લોકોને ખળભળાવી મૂકતાં પોસ્ટર-બેનર લાગી ગયાં છે.

કલ્યાણ, ડોબિવલી, ઉલ્હાસનગર, અંબરનાથ, ભિવંડીમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારત, બિહારના મજૂરો છે. ઉલ્હાસનગરનું જીન્સ માર્કેટ હોય કે ફર્નિચર માર્કેટ કે પછી જાપાની માર્કેટ- મોટા ભાગે કામ કરતા લોકો બહારના છે. લોકોને ભૂખ અને કોરોનાનો ડર લાગી રહ્યો છે. ગામ જતા કેટલાક મજૂરો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે જો લોકડાઉન થયું તો અમે ક્યાં જઈશું.

બીજી બાજુ, મહારાષ્ટ્ર સરકારે એકથી આઠમા ધોરણ સુધીનાં બાળકોને પ્રમોટ કરવાનું એલાન કર્યું છે. જેતી પણ બધા લોકો પરિવારની સાથે ગામ જવા લાગ્યા છે. જેથી ટ્રેનોમાં ભારે ભીડ થવા લાગી છે.