અક્ષય-રવીના ચમકશે વેબસિરીઝ ‘લેગસી’માં

મુંબઈઃ અક્ષય ખન્ના અને રવીના ટંડન પહેલી જ વાર સ્ક્રીન પર સાથે જોવા મળશે. બંને જણ કોઈ ફિલ્મમાં નહીં, પણ વેબસિરીઝમાં ચમકશે, જેનું શિર્ષક છે, ‘લેગસી’. આ વેબસિરીઝમાં બંને જણને એકબીજાનાં હરીફ તરીકેના પાત્ર આપવામાં આવ્યાં છે. અક્ષય અને રવીના, બંનેની આ પહેલી જ વેબસિરીઝ છે.

શિર્ષકની જેમ, આ વેબસિરીઝમાં વારસાના મામલે વૈમનસ્ય/સત્તાની સાઠમારીની વાર્તા છે. ‘લેગસી’નું દિગ્દર્શન વિજય ગુટ્ટે કરી રહ્યા છે, જેમણે આ પહેલાં અનુપમ ખેરને ચમકાવતી ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ બનાવી હતી. ઓટીટી પ્લેટફોર્મ પર એમની આ પહેલી જ ફિલ્મ છે. આ વેબસિરીઝનું શૂટિંગ તેઓ અનેક દેશોમાં જઈને કરવા માગે છે. વેબસિરીઝનું નિર્માણ આફ્ટર સ્ટુડિયોઝ, એએ ફિલ્મ્સ અને સની બક્ષી દ્વારા કરવામાં આવનાર છે.

(તસવીર સૌજન્યઃ રવીના ટંડન ઈન્સ્ટાગ્રામ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]