અમેરિકામાં જોન્સન એન્ડ જોન્સનની કોરોના-રસી પર કામચલાઉ-પ્રતિબંધ

વોશિંગ્ટનઃ જોન્સન એન્ડ જોન્સન કંપનીની સિંગલ-ડોઝવાળી કોરોના રસીથી ભયજનક લોહીના ગઠ્ઠા થતા હોવાના અહેવાલોની તપાસ હાથ ધરવા માટે અમેરિકામાં નિયામક સંસ્થા ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને (એફડીએ) આ રસીના ઉપયોગ પર અસ્થાયી રીતે પ્રતિબંધ મૂકી દીધો છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 68 લાખ જેટલા લોકોને જોન્સન એન્ડ જોન્સનની રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

રેગ્યૂલેટર સંસ્થા સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન અને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, એમ બંને સંસ્થાએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે જોન્સન એન્ડ જોન્સનની રસી લીધા બાદ છ મહિલાને લોહીના ગઠ્ઠા જામ્યા હોવાની ફરિયાદ મળ્યા બાદ તે વિશે તપાસ કરવામાં આવી રહી છે.