‘સંવિત્તિ’ સંસ્થાના ઉપક્રમે ‘શ્રી ઉમાશંકર જોશી જયંતી’ કાર્યક્રમ

મુંબઈઃ ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક ઉમાશંકર જોશી વિશે સંવિત્તિ સંસ્થા, ધી કાંદિવલી એજ્યુકેશન સોસાયટી, સંચાલિત ગુજરાતી ભાષા ભવન અને પરિવર્તન પુસ્તકાલય તથા એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ, મુંબઈ અનુસ્નાતક ગુજરાતી વિભાગના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે – ‘શ્રી ઉમાશંકર જોશી જયંતી’.

આ કાર્યક્રમ 23 જુલાઈના શનિવારે સાંજે 5.30 વાગ્યે કાંદિવલી (વેસ્ટ) સ્થિત જયંતિલાલ એચ. પટેલ લૉ કોલેજ, બીજો માળ, ભોગીલાલ ફડિયા રોડ, કાંદિવલી રીક્રિએશન ક્લબની લાઈનમાં યોજવામાં આવશે. અનુસ્નાતક ગુજરાતી વિભાગની વિદ્યાર્થિની બહેનો શ્રી ઉમાશંકર જોશીની સર્જનયાત્રાની પ્રસ્તુતિ કરશે. સંચાલન સંભાળશે કીર્તિદા દોશી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]