મુંબઈઃ મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજ વિશે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંગ કોશ્યારીએ કરેલા નિવેદનને પગલે ઊભા થયેલા વિવાદના સંદર્ભમાં કેન્દ્રીય પ્રધાન અને મહારાષ્ટ્ર ભાજપના સિનિયર નેતા નીતિન ગડકરીએ પોતાના પ્રત્યાઘાત આપ્યા છે.
ગડકરીએ સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કરીને કહ્યું છે કે શિવાજી મહારાજ અમારા ભગવાન છે. અમારાં માતા-પિતા જેટલી જ નિષ્ઠા છત્રપતિ શિવાજી મહારાજ માટે છે. કારણ કે એમનું જીવન અમારો આદર્શ છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ કોશ્યારીએ મરાઠવાડા યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં એમ કહ્યું હતું કે, ‘છત્રપતિ શિવાજી મહારાજ તો જૂના જમાનાના આદર્શ હતા. વર્તમાન જમાનાના આદર્શ નીતિન ગડકરી છે.’
