સારા તેંડુલકર લંડનની યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ બની

મુંબઈ – દંતકથાસમા ક્રિકેટર સચીન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર આજકાલ ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. એણે પોતાની એક તસવીર ઈન્ટરનેટ પર પોસ્ટ કર્યા બાદ એ ટ્રેન્ડિંગમાં આવી ગઈ છે. આ તસવીર લંડનમાં યુનિવર્સિટી કોલેજમાં ગ્રેજ્યુએશન ડે સેરેમનીની છે, જેમાં સારાએ સ્નાતક તરીકેની ડિગ્રી હાંસલ કરી હતી.

20 વર્ષની સારા મેડિસીનમાં ગ્રેજ્યુએટ થઈ છે. એણે એનાં પિતા સચીન તેંડુલકર અને માતા અંજલિ સાથે પોતાની ઘણી તસવીરો પોસ્ટ કરી છે.

સારાની સિદ્ધિથી એનાં માતાપિતા, બંને ગર્વની લાગણી સાથે ખુશખુશાલ જણાય છે.

આ પહેલાં જ્યારે સચીન તેંડુલકર મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એમની સમગ્ર કારકિર્દીની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા હતા ત્યારે સારા ઉપસ્થિત રહી હતી અને ત્યારે પણ ઈન્ટરનેટ પર લોકોએ એની સુંદરતાનાં ખૂબ વખાણ કર્યા હતા અને તે તરત જ ટ્રેન્ડિંગમાં આવી ગઈ હતી.

સારાએ એનું શાળાકીય શિક્ષણ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં પૂરું કર્યું હતું. ત્યારબાદ એ લંડનની કોલેજમાં ભણવા ગઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]