દાદર માર્કેટમાં નિયમોના લીરેલીરાઃ નાગપુરમાં લોકડાઉન

મુંબઈઃ રાજ્યમાં કોવિડ-19ના વધતા કેસો અને લોકડાઉનની ધમકી છતાં સોમવારે સવારે મુંબઈના દાદર માર્કેટમાં ભારે ભીડ જોવા મળી હતી.આ બજારમાં લોકો સામાજિક અંતરના નિયમોનું પાલન નહોતા કરતા અને કેટલાય લોકો માસ્ક વગર ફરતા જોવા મળ્યા હતા.  ખાસ કરીને મહારાષ્ટ્રની રાજધાનીમાં ગઈ કાલે 1962 કોરોનાના નવા કેસ આવ્યા હતા.  

રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ લોકોને વારંવાર કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા અને સામાજિક અંતર જાળવવા અને જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની અપીલ કરી હતી. તેમણે લોકોને અપીલ કરી હતી કે જો તેઓ એક વધુ લોકડાઉન નથી ઇચ્છતા તો ગાઇડલાઇન્સનું અવશ્ય પાલન કરે.

રાજ્યમાં કોવિડ19માં ઉછાળો જોતાં લાતુરમાં રાત્રે આઠ કલાકથી પાંચ કલાક સુધી આગલા આદેશ સુધી રાતના કરફ્યુ લગાવવામાં આવ્યો હતો. માત્ર આવશ્યક ચીજવસ્તુઓ, જાહેર પરિવહનને માત્ર રાતના કરફ્યુથી છૂટ આપવામાં આવી છે.

નાગપુરમાં લોકડાઉન

રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો જોતાં 15-21 માર્ચથી નાગપુરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. ગઈ કાલે રાજ્યમાં 16,620 નવા કોરોનાના કેસો નોંધાયા હતા, જેથી કુલ કેસોનો આંક 23,14,413એ પહોંચ્યો છે. રાજ્યમાં 50 કોરોના દર્દીઓએ ઘાતક સંક્રમક વાઇરસને લીધે દમ તોડ્યો છે, જેથી મોતનો આંકડો 52,861 સુધી પહોંચ્યો હતો.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણપ્રધાને કહ્યું હતું કે મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત, તામિલનાડુ અને મધ્ય પ્રદેશમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સંબંધિત રાજ્યોમાં કોરોનાના કેસોમાં 87.73 ટકાનો વધારો થયો છે.

મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે 15,602 કેસ નોંધાઈ રહ્યા છે, દેશમાં કુલ સક્રિય કેસોમાં મહારાષ્ટ્ર અને કેરળ અને પંજાબનો હિસ્સો 76.93 ટકા છે. રાજ્યના પાંચ જિલ્લા-પુણે, નાગૌર, મુંબઈ, થાણે અને નાસિકમાં કેસોમાં વધારો થઈ રહ્યો છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]