યૂએનની કબૂલાતઃ ખાલિસ્તાનવાદીઓ તરફથી ડોનેશન મળ્યું છે

લંડનઃ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા (UN)ને ખાલિસ્તાન-તરફી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) તરફથી દાન સ્વરૂપે 7.26 લાખ રૂપિયા (10,000 ડોલર) મળ્યા છે. ભારત સરકારે SFJ સંગઠન ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાના કારણસર એની પર 2019માં પ્રતિબંધ મૂક્યો હતો.

યૂએન સંસ્થાને દાનની રકમ ગઈ 1 માર્ચે આપવામાં આવી હોવાનું મનાય છે. આ કબૂલાત જિનેવામાં યૂનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ કાર્યાલયના પ્રવક્તાએ કરી હોવાનું ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે. અહેવાલ મુજબ, SFJ સંગઠન ભારતમાં ખેડૂત આંદોલનકારીઓ સાથે કથિતપણે કરાતા દુર્વ્યવહારમાં તપાસ કરવા તપાસ પંચ નિમવા માટે યૂએન સંસ્થાને પટાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.