75-વર્ષથી ઉપરનાઓને ઘેર જઈને કોરોના-રસી આપવા કોર્ટમાં અરજી

મુંબઈઃ શહેરમાં વસતા 75 વર્ષથી વધુની વયના નાગરિકોને, શારીરિક રીતે વિકલાંગ હોય એવી વ્યક્તિઓ કે પથારીવશ હોય એવા લોકોને એમના ઘેર જઈને કોરોનાવાઈરસ-વિરોધી રસી આપવાનો કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાને મુંબઈ હાઈકોર્ટ આદેશ આપે એ માટે કોર્ટમાં એક જનહિતની અરજી કરવામાં આવી છે.

 

 

આ અરજી એડવોકેટ ધ્રુતિ કાપડિયા અને કુણાલ તિવારીએ કરી છે. એમણે પીટિશનમાં જણાવ્યું છે કે ઉપરોક્ત વ્યક્તિઓ રસી લેવા માટે રસીકરણ કેન્દ્ર સુધી કદાચ જઈ શકતા ન હોય અથવા એમને ત્યાં સુધી જવામાં તકલીફ પડતી હોય છે. તેથી એવા લોકોને એમના ઘેર જઈને રસી આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. સત્તાવાળાઓ ધારે તો એ માટે આશરે રૂ. 500નો ચાર્જ લઈ શકે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]