પશ્ચિમ રેલવેઃ 27 ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી 2,500 લોકલ ટ્રેનો રદ

મુંબઈઃ અહીં ખાર અને ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી રેલવે લાઈનનું નિર્માણકામ ઝડપી ગતિએ હાથ ધરવાનું હોવાથી 27 ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી 2,500 લોકલ ટ્રેનો રદ કરવાની પશ્ચિમ રેલવેએ જાહેરાત કરી છે. આ ઉપરાંત બહારગામ જતી અને મુંબઈ આવતી અનેક ટ્રેનોને બોરીવલી, વસઈ, વિરાર ખાતે ટર્મિનેટ કરવામાં આવશે. આને કારણે લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરતા તેમજ બહારગામ જતા-આવતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડશે.

અગાઉ એવી જાહેરાત કરાઈ હતી કે 2,700થી વધારે લોકલ ટ્રેનો રદ કરાશે, પરંતુ આ આંકડો ઘટાડીને 2,525 કરવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલવેએ કઈ કઈ લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે તેની યાદીઓ તેના X પ્લેટફોર્મ (ટ્વિટર) પર શેર કરી છે.

આ ટ્રેનો રદ કરાઈ છેઃ

વિરાર તરફ જતીઃ

27-28 ઓક્ટોબરે – 128 ટ્રેનો રદ

29 ઓક્ટોબરે – 116 ટ્રેનો રદ

30 ઓક્ટોબર-3 નવેમ્બરે – 158 ટ્રેનો રદ

4 નવેમ્બરે – 46 ટ્રેનો રદ

5 નવેમ્બરે – 54 ટ્રેનો રદ

ચર્ચગેટ તરફ જતીઃ

27-28 ઓક્ટોબરે – 127 ટ્રેનો રદ

29 ઓક્ટોબરે – 114 ટ્રેનો રદ

30 ઓક્ટોબર-3 નવેમ્બરે – 158 ટ્રેનો રદ

4 નવેમ્બરે – 47 ટ્રેનો રદ

5 નવેમ્બરે – 56 ટ્રેનો રદ