આઇસી15 ઇન્ડેક્સમાં 583 પોઇન્ટનો સુધારો 

મુંબઈઃ વૈશ્વિક સ્તરે ઈક્વિટી માર્કેટમાં કડાકો બોલાયો હોવા છતાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં એની અસર દેખાઈ નથી. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.39 ટકા (583 પોઇન્ટ) વધીને 42,553 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 41,971 ખૂલ્યા બાદ 43,043ની ઉપલી અને 41,917ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના મોટાભાગના કોઇન વધ્યા હતા, જેમાંથી ડોઝકોઇન, અવાલાંશ, શિબા ઇનુ અને કાર્ડાનો ટોચના વધેલા કોઇન હતા, જેમાં પાંચથી આઠ ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. ચેઇનલિંકમાં 3.35 ટકાનો ઘટાડો થયો હતો.

દરમિયાન, ચેઇનએનાલિસિસના વર્ષ 2023ના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારત વિશ્વની બીજા ક્રમાંકની ક્રીપ્ટો માર્કેટ છે. અહીં કરવેરા ઉંચા છે અને નિયમનકારી અવરોધો પણ છે, છતાં ક્રીપ્ટોકરન્સી લોકપ્રિય બની રહી છે.

અન્ય એક નોંધપાત્ર ઘટનામાં ડોઇશ બેન્ક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે બ્લોકચેઇન, સ્ટેબલકોઇન, કેન્દ્રીય બેન્ક ડિજિટલ કરન્સી અને સ્વિફ્ટ સિસ્ટમ વચ્ચે સમન્વય સાધવા માટે સંયુક્તપણે યુનિવર્સલ ડિજિટલ પેમેન્ટ નેટવર્ક સ્થાપવા પ્રાયોગિક કામગીરી શરૂ કરી છે.