‘ચિત્રલેખા’ રજૂ કરે છેઃ નીરજ શ્રીવાસ્તવ લિખિત પુસ્તક ‘ડેગર્સ ઓફ ટ્રીઝન’નું અમિતાભ બચ્ચનનાં હસ્તે વિમોચન

મુંબઈ – બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને આજે સાંજે અહીં જૂહુ વિસ્તાર સ્થિત નોવોટેલ ખાતે લેખક નીરજ શ્રીવાસ્તવ લિખિત અંગ્રેજી પુસ્તક ‘ડેગર્સ ઓફ ટ્રીઝનઃ ધ કર્સ ઓફ ધ મુગલ સિરીઝ’નું મુખ્ય અતિથિપદેથી વિમોચન કર્યું હતું.

(ડાબેથી જમણે) રંગભૂમિ અદાકાર ફિરોઝ અબ્બાસ ખાન, ‘ચિત્રલેખા’ના ચેરમેન મૌલિક કોટક, લેખક નીરજ શ્રીવાસ્તવ, અમિતાભ બચ્ચન અને અશોક કકર

પુસ્તક વિમોચન કાર્યક્રમનું પ્રસ્તુતિકરણ ‘ચિત્રલેખા’ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રંગભૂમિ અને ફિલ્મોના જાણીતા અદાકાર ફિરોઝ અબ્બાસ ખાને આ પુસ્તકના અમુક અંશ વાંચી સંભળાવ્યા હતા.

આ પ્રસંગે ‘ચિત્રલેખા’ના ચેરમેન મૌલિક કોટક અને સિનિયર અમલદાર અશોક કકર પણ ઉપસ્થિત રહ્યા હતા.

‘ડેગર્સ ઓફ ટ્રીઝન’ પુસ્તક ‘ધ કર્સ ઓફ ધ મુગલ સિરીઝ’ના ચાર પુસ્તકોમાંનું પહેલું છે. આ પુસ્તક મુગલ વંશના સમયની ઐતિહાસિક કાલ્પનિક કથાઓ પર આધારિત છે. આ પુસ્તકમાં મુગલ પ્રિન્સ ખુર્રમ (બાદશાહ શાહજહાં) વિશેની કથા છે. જેણે એના બાળપણમાં શાહી પરિવારમાં અનેક પ્રકારની ઉથલપાથલ નિહાળી હતી. જેમ કે, એની વય માંડ સાત વર્ષની ત્યારે અનેક યુદ્ધ થયા હતા, એના પિતા સલીમને સમ્રાટ અકબર સામે બળવો કરતા જોયા હતા વગેરે.

અલાહાબાદ નિવાસી લેખક નીરજ શ્રીવાસ્તવ મેનેજમેન્ટમાં ડોક્ટરેટની પદવી ધરાવે છે અને ગહન વાંચનના શોખીન છે. રિયલ એસ્ટેટ, શિક્ષણ અને આહાર જેવા ક્ષેત્રોના વ્યાવસાયિક શ્રીવાસ્તવને શાહી ખાનદાન, રીતરિવાજોને લગતાં રહસ્ય જાણવાનું આકર્ષણ રહે છે.

પુસ્તક વિમોચન અવસરે અમિતાભ બચ્ચને શું કહ્યું? એ જોવા-સાંભળવા જુઓ આ વિડિયો…

(વિડિયોગ્રાફીઃ મોના શેઠ)

httpss://youtu.be/SnOLzD5OZE8

(પુસ્તક ‘ડેગર્સ ઓફ ટ્રીઝનઃ ધ કર્સ ઓફ ધ મુગલ સિરીઝ’નું કવર)

(તસવીરોઃ દીપક ધુરી)