મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી – હિંદી સાહિત્ય અકાદમી અને ‘ચિત્રલેખા’ના સંયુક્ત ઉપક્રમે લતા મંગેશકરને સંગીતમય શ્રદ્ધાંજલિ 

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી – હિંદી સાહિત્ય અકાદમી અને ‘ચિત્રલેખા’ના સંયુક્ત ઉપક્રમે સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકરને શ્રદ્ધાંજલિરૂપે એક મ્યુઝિકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ‘હંસલા હાલો ને હવે…’ શીર્ષક હેઠળ આયોજિત કાર્યક્રમમાં લતાજીએ ગાયેલાં પ્રસિદ્ધ ગુજરાતી તથા હિંદી ફિલ્મોના ઑફબીટ ગીતોનો સમાવેશ કરવામાં આવશે. રેખા ત્રિવેદી, હિમાલી વ્યાસ નાયક, અંતરા વૈદ્ય તથા અન્ય કલાકારોના સથવારે ગીત-સંગીતની પ્રસ્તુતિ થશે. સંચાલન દિલીપ રાવલનું છે.

આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે આ કાર્યક્રમ સોમવાર, ૨૮ માર્ચે રાત્રે ૮.૦૦ વાગ્યે ગાયવાડી – ગિરગાંવસ્થિત મુંબઈ મરાઠી સાહિત્ય સંઘના ઓડિટોરિયમમાં યોજાશે. કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]