ભારતની ઓનલાઈન ઉચ્ચ-શિક્ષણ બજાર પાંચ-અબજ ડોલરે પહોંચશે

મુંબઈઃ કોરોનાવાઈરસ રોગચાળાના ફેલાવાને લીધે ભારતમાં ઓનલાઈન હાયર એજ્યુકેશન અને આત્મપ્રેરિત શિક્ષણ (જ્ઞાનવિકાસ-વૃદ્ધિ કરતું શિક્ષણ સ્વૈચ્છિક-સ્વયં રીતે મેળવવાની) બજાર ખૂબ ઝડપથી વિકાસ પામી રહી છે અને તેની વૃદ્ધિ 2025ની સાલ સુધીમાં પાંચ અબજ ડોલરના આંકે પહોંચે એવી ધારણા છે. ઓનલાઈન ઉચ્ચ શિક્ષણ એડટેક સેક્ટરનો ઝડપથી વૃદ્ધિ પામતો પેટા-સેગ્મેન્ટ બન્યો છે.

 

બેંગલુરુ સ્થિત માર્કેટ રિસર્ચ કંપની રેડસીયરના અહેવાલ અનુસાર, ભારતમાં ઓનલાઈન ઉચ્ચ શિક્ષણ માટેનો યૂઝર બેઝ 2021માં 75 ટકા જેટલો વધી ગયો હતો. આમ, ભારતની એડટેક માર્કેટમાં ભારે તેજી આવી છે. રોગચાળા દરમિયાન અસંખ્ય સ્ટાર્ટઅપ કંપનીઓ આ ક્ષેત્રમાં સામેલ થઈ છે અને એને કારણે ફંડિંગ વધ્યું છે.