મહારાષ્ટ્રના 17 લાખ રાજ્ય સરકારી કર્મચારીઓ મંગળવારથી 3 દિવસની હડતાળ પર

0
899

મુંબઈ – સાતમા વેતન પંચની ભલામણોને તત્કાળ અમલમાં મૂકવાની મુખ્ય માગણી સહિત અન્ય માગણીઓના ટેકામાં મહારાષ્ટ્ર રાજ્યના 17 લાખ કર્મચારીઓ આવતી કાલથી ત્રણ દિવસ માટે હડતાળ પર જવાના છે.

આજે સમન્વય સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ હડતાળમાં મંત્રાલયોના કર્મચારીઓ, જિલ્લા પરિષદ અને નગરપાલિકા કર્મચારીઓ, શિક્ષકો, શિક્ષકેતર કર્મચારીઓ સામેલ થશે.

હડતાળના ત્રણેય દિવસો દરમિયાન મુંબઈસ્થિત મંત્રાલયના ત્રણેય પ્રવેશદ્વારોને તાળા મારવામાં આવશે, એવું બૃહદમુંબઈ રાજ્ય સરકારી કર્મચારી સંઘટનાના અધ્યક્ષ મિલિંદ દેશમુખ અને નંદૂ કાટકરે જણાવ્યું છે.