રાજન નંદાના અંતિમ સંસ્કાર…

એસ્કોર્ટ્સ લિમિટેડ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર રાજન નંદાના 6 ઓગસ્ટ, સોમવારે નવી દિલ્હીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નંદા અમિતાભ બચ્ચનના વેવાઈ હતા. નંદા રાજકપૂરના પુત્રી રિતુને પરણ્યા હતા. રાજન-રિતુના પુત્ર નિખિલનાં લગ્ન અમિતાભની પુત્રી શ્વેતા સાથે થયા છે. અમિતાભ બચ્ચન બ્રહ્માસ્ત્રના શૂટિંગ માટે બલ્ગેરિયા ગયા હતા. નંદાના અવસાનના સમાચાર સાંભળીને એ તરત ત્યાંથી ભારત આવવા નીકળી ગયા હતા. નંદાની અંતિમવિધિ વખતે નિખિલ નંદા, એમનો પુત્ર અગસ્ત્ય, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા બચ્ચન, રણધીર કપૂર, રિશી કપૂર, રિશીની પુત્રી રિધીમા કપૂર-સાહની, બોની કપૂર સહિત અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. રાજન નંદા 76 વર્ષના હતા.