મહારાષ્ટ્ર સરકાર ઓટો-ઈંધણ પરનો VAT ઘટાડશે

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે રાજ્ય વિધાનસભા ગૃહમાં 164 વિરુદ્ધ 99 મતોથી પોતાની સરકારની બહુમતી હાંસલ કરી લીધી. ત્યારબાદ ગૃહમાં કરેલા સંબોધનમાં તેમણે જાણકારી આપી હતી કે એમની સરકાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડિઝલ પરનો વેલ્યૂ એડેડ ટેક્સ (VAT) ઘટાડશે. આ નિર્ણય નિર્ણય રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં લેવામાં આવશે.

મહારાષ્ટ્રમાં હાલ પ્રતિ લીટર પેટ્રોલની કિંમત રૂ. 111.89 છે. જ્યારે ડિઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 97.28 છે. ઈંધણની કિંમત ઘટી જશે એટલે મોંઘવારી ઘટશે એવું શિંદેએ વિશ્વાસપૂર્વક કહ્યું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]