મોતથી જંગ લડતી બાળકીને સરકાર, જનતાની મદદ

મુંબઈઃ પાંચ મહિનાની બાળકીને એક એવી ગંભીર અને દુર્લભ બીમારીથી પીડિત છે, જેની સારવારનો ખર્ચ સાંભળીને દરેક જણ દંગ રહી જશે. મુંબઈની સબર્બન હોસ્પિટલમાં પાંચ મહિનાની બાળકી તીરા કામતની સારવાર ચાલી રહી છે, જ્યાં તે વેન્ટિલેટર પર જિંદગી અને મોતની વચ્ચે જંગ લડી રહી છે. તીરા કામતને SMA ટાઇપ-1 એટલે કે સ્પાઇનલ એસ્ટ્રોફી નામની એક દુર્લભ બીમારીથી ઝઝૂમી રહી છે. આ બીમારીથી ઠીક થવા માટે બાળકીને એક એવી ઇન્જેક્શનની જરૂર છે, જેની કિંમત રૂ. 16 કરોડ છે.

આ બીમારીની સારવાર માટેનું જે ઇન્જેક્શન અસરકારક છે, એ અમેરિકાથી આવવાનું છે. તીરા કામતનાં માતાપિતા નાણાકીય રીતે સક્ષમ નથી, જેથી આ ઇન્જેક્શન ખરીદી શકે, એટલે તમે ક્રાઉડ ફન્ડિંગનો સહારો લીધો, પણ 14 જાન્યુઆરી સુધી રૂ. 10 કરોડ એકત્ર થયા, છતાં ઇન્જેક્શન ખરીદવામાં નાણાંની તંગી હતી.

બાળકીની સારવારની સૌથી મોટી એ વાત હતી કે આશરે રૂ. 6.5 કરોડ ટેક્સ લાગવાનો હતો, પરંતુ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણનવીસે દખલ કરીને મોદી સરકારે ઇન્જેક્શન પર લાગતા બધા ટેક્સ માફ કરી ધી, જેની કિંમત આશરે રૂ. 6.5 કરોડ છે. મોદી સરકારના આ પગલાથી લોકોની મદદને કાણે બાળકી તીરાની સારવારનો માર્ગ મોકળો થયો છે. હવે અમેરિકાછથી ઇન્જેક્શનને મગાવવામાં આવશે. બાળકીનો જીન થેરપીથી ઉપયોગ કરીને બાળકીની સારવાર કરવામાં આવશે.

સ્પાઇનલ મસ્કુલર એટ્રોફી ટાઇપ-1 એક દુર્લભ બીમારી છે, જે બાળકીને સ્પાઇનલ મસ્કુકલ એટ્રોફી ટાઇપ-1થી પીડિત હોય છે, તેમની માંસપેશીઓ નબળી હોય છે. શરીરમાં પાણીનીઘટ થવા લાગે છે. દૂધપાન કરવામાં અને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે, આ બીમારી બાળકને સંપૂર્ણ રીતે નિષ્ક્રિય થઈ જાય છે.