ભારતીય દસ્તાવેજી ફિલ્મ ‘બ્લેક સેન્ડ’ ઓસ્કર માટે ક્વોલિફાઈ

મુંબઈઃ સોહન રોય દ્વારા દિગ્દર્શિત અને અભિની સોહન રોય દ્વારા નિર્મિત દસ્તાવેજી ફિલ્મ ‘બ્લેક સેન્ડ’ આ વર્ષના ઓસ્કર એવોર્ડ્સ કાર્યક્રમમાં ડોક્યૂમેન્ટરી શોર્ટ કેટેગરી હેઠળ ક્વોલિફાઈ થઈ છે. આ ફિલ્મ એરિઝ ટેલીકાસ્ટિંગ પ્રા.લિ.ના બેનર હેઠળ બનાવવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે તેની ‘બ્લેક સેન્ડ’ ફિલ્મ અન્ય 113 ફિલ્મોની સાથે આ કેટેગરીમાં પસંદગી પામી છે. કેરળ રાજ્યના કોલ્લામ જિલ્લાના અલપ્પાડમાં રેતીના ખાણકામના સંદર્ભમાં ઊભી થયેલી ભયાનક પરિસ્થિતિનો ચિતાર આ દસ્તાવેજી ફિલ્મ રજૂ કરે છે.

સોહન રોય યૂએઈમાં સ્થાયી થયેલા મરિન પ્રોફેશનલ છે. એમણે ‘ડેમ 999’ નામની હોલીવૂડ ફિલ્મ બનાવી હતી. એ ફિલ્મે 2011માં ઓસ્કર એવોર્ડ્સમાં ત્રણ કેટેગરીમાં પાંચ વિભાગમાં પસંદગી પામી હતી.