ડિપ્રેશનમાં રડવાનું, ખાવાનું, સૂવાનું જ કામઃ ઇરા ખાન

મુંબઈઃ આમિર ખાનની પુત્રી ઇરા ખાન પિતાની જેમ આખાબોલી છે. તે દરેક મુદ્દે પ્રામાણિકતાથી પોતાનો અભિપ્રાય આપે છે. તેણે તેના ડિપ્રેશન મુદ્દે ફરી એક વાર ખુલાસો કર્યો છે. તેણે એક વિડિયોમાં જણાવ્યું હતું કે ડિપ્રેશન છતાં તેના કઝિનનાં લગ્નમાં તેણે ખુશ દેખાડવાનું હતું. ડિપ્રેશનમાં તેની પાસે રડવાનું, ખાવાનું અને સૂવાનું કામ રહી ગયું છે.  

ઇરા ખાને સૌપ્રથમ વાર ત્રણ મહિના પહેલાં ડિપ્રેસનમમની વાત કરી હતી. તે ચાર વર્ષથી ડિપ્રેશનમાં છે. તેણે યુટ્યુબ ચેનલ પર અત્યાર સુધીમાં ત્રણ વિડિયો પોસ્ટ કર્યા છે. તેણે આ વિડિયોમાં ડિપ્રેશન વિશે જણાવ્યું છે. તેના પહેલા વિડિયોનું ટાઇટલ માઇ પ્રિવિલેજ છે. ઇરા પોતાના વિચારોને ઇન્સ્ટાગ્રામ પર અંગ્રેજીમાં શેર કરતી રહે છે અને પછી એ યુટ્યુબ પર હિંદીમાં ડબિંગ કરીને આ વિડિયો અપલોડ કરે છે, જેથી વધુ લોકો એને સમજી શકે.


ઇરા સોશિયલ મિડિયા પર ઘણી સક્રિય રહે છે. તેની ફોલોવિંગ પણ એક સ્ટારની જેમ છે. ઇરાએ હાલમાં તેના કઝિન ભાઈ જાયનનાં લગ્નના સમારોહના ફોટો શેર કર્યાં છે. આ સિવાય તેણે જણાવ્યું હતું કે ડિપ્રેશનમાં હોવા છતાં તેણે લગ્ન સમારંભમાં નકલી સ્મિત લાવવાની હતી.

તેણે એક વિડિયો શેર ક્યો છે. આ વિડિયોમાં તેણે જણાવ્યું હતું કે ડિપ્રેશન છતાં મેન્ટલ હેલ્થથી જોડાયેલા વિડિયો પ્રતિ દિ સોશિયલ મિડિયા પર શેર કરશે, પણ તે ડિપ્રેશનને લીધે આવું નહીં કરી શકે. ડિપ્રેશન દરમ્યાન તેની પાસે રડવાનું, ખાવાનું અને સૂવાનું જ રૂટિન છે.