મુંબઈઃ નવા વર્ષનું સ્વાગત કરવા માટે શહેરીજનો પૂર્વ મધ્યરાત્રીએ મોટી સંખ્યામાં ફરવા નીકળતા હોવાથી તેમની રાહત માટે પશ્ચિમ અને મધ્ય રેલવે દ્વારા વિશેષ લોકલ ટ્રેનો દોડાવવામાં આવનાર છે. લોકો મધરાત બાદ કે વહેલી સવારે ઘેર પહોંચી શકે એ માટે બંને વિભાગ વિશેષ લોકલ ટ્રેનો દોડાવશે. પશ્ચિમ રેલવે આવતી 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી-2023ની મધરાતે આઠ વિશેષ લોકલ ટ્રેનો દોડાવશે. જ્યારે મધ્ય રેલવે પણ કેટલીક વિશેષ ટ્રેનોને સેવામાં ઉતારવાની છે.
નવા વર્ષને આવકારવા માટે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાતે લોકો દક્ષિણ મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા, મરીન ડ્રાઈવ, મરીન લાઈન્સ, ગિરગાંવ ચોપાટી, દાદર ચોપાટી સહિતના સ્થળો ખાતે મોટી સંખ્યામાં એકત્ર થતાં હોય છે. ત્યાંથી લોકો પૂર્વ કે ઉત્તર તરફ પોતપોતાનાં ઘર તરફ સુખરૂપ પાછા ફરી શકે એ માટે રેલવે દર વર્ષની જેમ આ વખતે પણ આઠ વિશેષ લોકલ ટ્રેનો દોડાવશે.
પશ્ચિમ રેલવે વિભાગ પર વિશેષ લોકલ ટ્રેનોનો સમયઃ
ચર્ચગેટથી વિરાર – રાતે 1.15
ચર્ચગેટથી વિરાર – રાતે 2.00
ચર્ચગેટથી વિરાર – રાતે 2.30
ચર્ચગેટથી વિરાર – રાતે 3.25
વિરાટથી ચર્ચગેટ – રાતે 12.25
વિરાટથી ચર્ચગેટ – રાતે 12.45
વિરાટથી ચર્ચગેટ – રાતે 1.40
વિરાટથી ચર્ચગેટ – રાતે 3.50